જામનગર શહેર: હરીદ્વારની પાવન ભૂમિ-તિર્થથી આવી રહેલ દિવ્ય જયોત કળશ યાત્રા પૂર્વ મંત્રીના નિવાસસ્થાને પહોચી
જામનગર શહેરમાં ગાયત્રી શકિતપીઠ દ્વારા તા.૧ને શનિવારના શાંતિકૂંજ હરીદ્વારની પાવન ભૂમિ-તિર્થથી આવી રહેલ દિવ્ય જયોત કળશ યાત્રા પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા ( હકુભા)ના નિવાસસ્થાને પહોચી હતી. જ્યા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્રારા જ્યોતિ કળશ રથયાત્રાનું પૂજન-અર્ચન, આરતી કરી હતી. મા ગાયત્રીના આશીર્વાદ મેળવ્યા હતા.