અમદાવાદની સેટેલાઇટ પોલીસે નકલી નોટોના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે વાહનચેકિંગ દરમિયાન એક ગાડી રોકીને તપાસ કરતા સીએનજી સર્ટિફીકેટ મળ્યુ હતું. સર્ટિફિકેટ અને કારની નંબરપ્લેટનો નંબર અલગ હતો જેથી પોલીસે ગાડીમાં તપાસ કરી હતી ત્યારે ગાડીમાંથી 500ના દરની 166 નકલી ચલણી નોટો મળી આવી હતી