ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી રામચરિત માનસ રામકથાનો ભવ્ય અને ધાર્મિક માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો. કથાના આરંભે પોથીયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દીપ પ્રાગટ્ય કરીને 9 દિવસ સુધી ચાલનાર રામકથાનો વિધિવત પ્રારંભ કરાયો.