રાધનપુર: રાધનપુરના અગીચાણા ગામે ખેડૂત સાથે છેતરપિંડી કરી ત્રણ લાખની લોન લઈ લેતા નોંધાઈ પોલીસ ફરિયાદ.
તાલુકાના અગીચાણા ગામે એક ખેડૂત સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ખેતર માલિક શંકરભાઈ ડુંગરભાઈ આયરની જાણ બહાર, અગીચાણા સેવા સહકારી મંડળીના મંત્રી અને બનાસ બેન્ક પેદાશપુરા શાખાના મેનેજરે મળીને ત્રણ લાખ રૂપિયાની લોન લીધી હોવાનો આરોપ છે. આ છેતરપિંડી સતત ત્રણ વર્ષ સુધી ખોટી લેવડદેવડ દ્વારા કરવામાં આવી હતી.શંકરભાઈ આયરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની જમીન સર્વે નં. 47 પર,મંડળીના મંત્રી જહાભાઈ રબારી અને તત્કાલીન બેન્ક મેનેજર દશરથજી ઠાકોરે લોન લીધી હતી.