આજે સવારે 10 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના કોઠી કંપા નજીક આવેલા હુઢેડાઈ તળાવમાં એક ગાય કોઈ અગમ્ય કારણોસર તળાવમાં પડી જતા તળાવ ઊંડું હોવાના કારણે ગાય ડૂબી ગઈ છે. આ વાતની જાણ ભગીરથ જીવદયા ટીમ ને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડનો સંપર્ક કરી ફાયર બ્રિગેડ અને ભગીરથ જીવદયા ની ટીમે સંયુક્ત રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ ઉંડા તળાવમાંથી ગાયનો મૃતદેહ બહાર કઢાયો હતો. ત્યારબાદ ભગીરથ જીવદયા ની ટીમે દફનવિધિ કરી હતી