નડિયાદ: સરદાર પટેલની જન્મજયંતી ની ઉજવણી અંતર્ગત સાયકલ યાત્રા સરદાર પટેલ જન્મ સ્થળ નડિયાદ ખાતે પહોંચી.
Nadiad, Kheda | Oct 29, 2025 લોખંડી પુરુષ અને આધુનિક ભારતના સર્જક/એકીકરણકર્તા સરદાર વલ્લભ ભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી માટે નવી દિલ્હીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી માસ્ટર આરવ ભારદ્વાજ દ્વારા સાયકલ યાત્રા.મુંબઈ, પશ્ચિમ વિહાર, નવી દિલ્હીમાં જન્મેલા અને હેરિટેજ સ્કૂલ રોહિણી દિલ્હીના વિદ્યાર્થી અને હરિયાણા જિલ્લા રોહતકના રહેવાસી માસ્ટર આરવ ભારદ્વાજ ને ૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ રમતગમત શ્રેણીમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી બાલ પુરસ્કાર મળ્યો.