ભાભર: ભાભર માં વિકાસ પથનુ કામ અને શહેરમાં ભુગર્ભ ગટર નું આડેધડ કામ કરતા નગરજનો હેરાન પરેશાન
ભાભર શહેરમાં લાંબા સમયથી વિકાસ પંથનુ અને ભૂગર્ભ ગટરનુંકામ ચાલી ગોકળ ગતિએ ત્યારે આ કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાથી ફરીયાદો ઉઠી રહી છે અને સ્થળ પર કોઈ જવાબદાર હાજર ન રહેતા અને લેબરો મનફાવે તેમ કામગીરી કરી રહ્યા છે અને બાંઘકામ ના નિયમો નું પાલન થતુ નથી જેમા ભ્રષ્ટાચાર થતો જોવા મળી રહ્યો છે ઠેરઠેર માટી ના ઢંગલા રોડ પર જોવા મળી રહા છે ત્યારે વાહનની અવરજવર થી ઘુળ ની ડમરીઓ ઉડતા દુકાનદારો સહિત રાહદારીઓ ને વાહન ચાલકો ને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે