સરટી હોસ્પિટલના લોન્ડ્રી એરિયામાં કપડાં ધોવાના મશીનમાં અચાનક ધડાકો થતા એક વ્યક્તિને ઈજા પહોંચી.ભાવનગરની સરટી હોસ્પિટલમાં લોન્ડ્રી વિભાગમાં આવેલ હોસ્પિટલ લોન્ડ્રી મશીનમાં કપડાં ધોવા માટે નાખ્યા હતા તે સમયે અચાનક જ કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો, જેને લઈને ત્યાં કામ કરી રહેલા જયકિશન ઉર્ફે જેકી હરેશભાઈ ગોહેલ નામના વ્યક્તિને બીજા પહોંચી હતી જેને લઇ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો, બનાવના પગલે હોસ્પિટલ ના અધિકારીઓ દોડી આવ્યા હતા.