બનાસકાંઠા જિલ્લા અને થરાદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત 11 હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે આજે મંગળવારે 12:00 કલાકે કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટરના હસ્તે હેલ્પ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું જો કે બનાસકાંઠાના પાલનપુર અમીરગઢ વડગામ ધાનેરા દાતા સહિતના તાલુકાઓ અને વાવ થરાદ જિલ્લાના તાલુકાઓમાં હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.