તળાજા: તળાજામાં બે દિવસ પાણી સપ્લાય બંધ રહેશે, નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અપીલ
તળાજા નગરપાલિકાના પાણી પુરવઠા સમિતિના ચેરમેન હરેશભાઈ મેરે આપેલી માહિતી મુજબ આગામી ગુરુવાર અને શુક્રવારના રોજ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીનો સપ્લાય બંધ રહેશે. મળતી માહિતી અનુસાર શાસ્ત્રીનગર ખાતે આવેલા પાણીના ટાંકા માટે નવી પાઇપલાઇનનું કનેક્શન આપવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ બે દિવસ પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. જે વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે તેમાં સરતનપર રોડ, પંચી સોસાયટી, મેમણ