નવ જાન્યુઆરી એ ઉત્રાણ વિસ્તારમાં સાહિલ શર્મા નામના યુવકની હત્યા કેસમાં સાળા બનેવીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.જે ધરપકડ કરાયેલા બંને આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.પોલીસે સોમવારે સવારે સાડા અગિયાર થી બાર વાગ્યાના સમયે જે સ્થળ પર હત્યા થઈ હતી તે સ્થળે લઈ જઈ પંચનામું કર્યું હતું.ઘટનાનું રિ કન્ટ્રક્શન કરી આરોપીની જાહેરમાં સરભરા કરવામાં આવી હતી.ઝઘડાની અદાવતમાં આ હત્યા કરવામાં આવી હતી.