ગોધરા: શહેરમાં ચોરીની બે અલગ અલગ ઘટનાઓ, તસ્કરો ચોરી કરીને ફરાર — એક સ્થળે સ્થાનિકોની જાગરૂકતાથી ચોરી નિષ્ફળ
ગોધરા શહેરમાં વહેલી સવારે ચોરીની બે અલગ ઘટનાઓ બની, જેમાં ભુરાવાવ વિસ્તારમાં આવેલ વિનાયક નગર સોસાયટીના મકાનમાંથી ત્રણ તોલા સોનાના દાગીના, રૂ.10,000 રોકડ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચોરી થઈ હતી. સાપા રોડની પંચવટી-2 સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તાળું તોડતાં અવાજ થતાં આસપાસના રહીશો જાગી ગયા અને ચોરો ફરાર થયા. ગોધરા શહેર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજ અને અન્ય પુરાવા એકત્રિત કરી તસ્કરોને ઝડપી પાડવાન