સાવરકુંડલા: ખેડૂતો માટે મોટી રાહત: ખેત તલાવડી માટે જીઓ મેમ્બ્રેન યોજનામાં અમરેલીનો સમાવેશ–સાવરકુંડલા MLAના આગ્રહને મળી સફળતા
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ખેત તલાવડી જીઓ મેમ્બ્રેન યોજના હવે અમરેલી જિલ્લામાં પણ લાગુ થઈ છે. સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તથા ખેડૂતોની સતત રજૂઆતો બાદ આ નિર્ણય લેવાયો છે. ૧૦ ઑક્ટોબર, ૨૦૨૫ સુધી ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી યોજનાનો લાભ લેવાનો રહેશે.