સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીના આધારે શહેરના મેઘાણી બાગ રોડ પર રહેણાક મકાનમાં દરોડો કરી પ્રતિબંધિત ગોગો સિગારેટના જથ્થા સહિત કુલ રૂપિયા 25300 ના મુદ્દામાલ સાથે કમલેશભાઈ ઉર્ફે કમાભાઈ વસંતલાલ દલીચા ને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.