નડિયાદ: નડિયાદના માતરમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન: ધારાસભ્ય કલ્પેશ પરમારે ખેતરોની મુલાકાત લીધી.
Nadiad, Kheda | Nov 2, 2025 માતરમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન: ધારાસભ્ય કલ્પેશ પરમારે ખેતરોની મુલાકાત લીધી. ડાંગરનો તૈયાર પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો.ખેડા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા ભારે વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને માતર તાલુકામાં મેઘરાજાએ વ્યાપક તારાજી સર્જી છે.જેના પરિણામે ખેતરોમાં ઊભો અને લણણી કરેલો તૈયાર પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ સ્થિતિને પગલે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લીધી હતી..