મહે. દેસાઈપોળ વિસ્તારમાં તંત્ર દ્વારા પાણીની પાઈપલાઈનનાખવાની કામગીરીને લઈને ખોદકામ તૅમજ પથ્થરો ઉખાડી કાઢવામાં આવ્યા હતા. વરસાદને લઈને મોટા મોટા ખાડાઓ, ભૂવાઓ પડી જતાં ભારે હાલાકી થતી હતી. જેને લઈને સ્થાનિકો દ્વારા મીડિયાના માધ્યમથી રજુઆત કરાતા તૅમજ સમસ્યાઓને સમાચારના માધ્યમથી વાંચા અપાતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ. ત્યારે ખાડાઓ, ભૂવાઓ પુરી પથ્થરો બેસાડવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોએ કાઉન્સિલરો, તંત્ર તૅમજ મીડિયાનો માન્યો હતો.