દસાડા: સુરેન્દ્રનગર LCB પોલીસે પાટડી માંથી જુગાર રમતા પાંચને ઝડપ્યા : ₹ 32,080 નો મુદ્દામાલ કર્યો કબ્જે
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાં શુક્રવારે સાંજે એલસીબી પોલીસે કાર્યવાહી કરી બારોટવાસ વિસ્તારમાં જયંતીભાઈ બારોટના મકાન બહાર ખુલ્લી જગ્યાએ ત્રણ પત્તીનો જુગાર ચાલતો હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો જુગારના અડ્ડે ગોળાકાર બેઠેલા પાંચેય આરોપીઓને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા આરોપીઓ પાસેથી કુલ ₹૧૧,૫૮૦ની રોકડ, ૫૨ ગંજી પાના તથા કિંમતી મોબાઈલ ફોન સહિત કુલ ₹૩૨,૦૮૦નોમુદ્દામાલ જપ્ત કરાયો તમામ સામે જુગાર કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે.