મોરવા હડફ: સરદાર પટેલની 150 મી જન્મજયંતિ નિમિતે લુણાવાડા ખાતે પદયાત્રા યોજાઈ,મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા
ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે સરદાર 150 યુનિટી માર્ચ' અંતર્ગત આજે લુણાવાડા વિધાનસભાની પદયાત્રા રાજ્યકક્ષાના મંત્રી અને મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રી પી.સી.બરંડા તેમજ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ પદયાત્રામાં સૌ નાગરિકો,પોલીસ જવાનો સરકારી અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો