ભુજના ટાંકણાસર સીમમાંથી દેશી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો.પશ્ચિમ કચ્છ-ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ટાંકણાસર ગામની સીમમાં દરોડો પાડી ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસને મળેલી સચોટ બાતમીના આધારે ૨૭ વર્ષીય ઉમર સલેમાન જતને પાસ-પરમિટ વગરની એક દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹૨,૦૦૦ની કિંમતની બંદૂક અને એક મોબાઈલ ફોન સહિત કુલ ₹૨,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરી SOG પી.આઈ. એ.ડી