મેઘરજ: નગર ની સિવિલ કોર્ટ માં મીડિયેશન સેન્ટર નો પ્રારંભ કરાયો
મેઘરજ સિવિલ કોર્ટમાં મીડિયેશન સેન્ટરનો પ્રારંભ કરાયો. કોર્ટ કેસોનું ભારણ ઓછું થાય અને કોર્ટમાં આવતા પક્ષકારોના કેસોમાં સુખદ સમાધાન થાય તે માટે માનનીય સુપ્રીમકોર્ટના તથા ગુજરાત હાઇકોર્ટ ના માર્ગદર્શન હેઠળ દરેક તાલુકા કોર્ટમાં મીડિયેશન સેન્ટરનો બુધવારના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો.મેઘરજ કોર્ટ બિલ્ડીંગમાં રજીસ્ટ્રી વિભાગની બાજુમાં મીડિયેશન સેન્ટરનુ રીબન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું