જામનગરની શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ ખાતે યુરોલોજી વિભાગ દ્વારા જનરલ સર્જરી રેસિડન્ટ ડોક્ટરો તથા તબીબો માટે વિશેષ શૈક્ષણિક કાર્યક્રમ (CME) નું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 14 ડિસેમ્બર, 2025 ના રોજ યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન યુરોલોજી વિભાગના પ્રોફેસર ડૉ.ધીરેન બુચ તથા મદદનીશ પ્રાધ્યાપક ડૉ.કુશલ કપાસી દ્વારા કરવામાં આવ્યું હતું. સતત મેડિકલ એજ્યુકેશનના ભાગરૂપે આયોજિત આ સેમિનારમાં જનરલ સર્જરીના રેસિડન્ટ ડોક્ટરો, વરિષ્ઠ તબીબો તેમજ જામનગર