દાહોદ: જિલ્લા કલેકટર દ્વારા દાહોદ ખાતે વિવિધ પરીક્ષા કેન્દ્રની મુલાકાત કરાઈ
Dohad, Dahod | Sep 14, 2025 જિલ્લા કલેકટર દ્વારા દાહોદ ખાતે વિવિધ પરીક્ષા કેન્દ્રની મુલાકાત કરાઈ દાહોદ જિલ્લામાં આજે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટી પરીક્ષા યોજાઈ હતી.આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ દાહોદ શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થાની સમીક્ષા કરી. પરીક્ષા કેન્દ્રોમાં સુરક્ષા, શાંતિપૂર્ણ વાતાવરણ અને સુવિધાઓની ખાતરી કરી.જિલ્લા પ્રશાસનની તાકીદ અને સજાગ દેખરેખ હેઠળ પરીક્ષા શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક યોજાઈ હોવાનું જાણવા મળ્યું છે.