આણંદ શહેર: આણંદના ગાયત્રી મંદિર ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના નવનિયુક્ત હોદ્દેદારોનું સ્વાગતઅને નિમણૂકપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો
આણંદના આઝાદ મેદાન પાસે આવેલા ગાયત્રી મંદિર ખાતે આજે બપોરે 3:00 વાગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા આણંદ શહેરના નવનિયુક્ત તમામ હોદ્દેદારોનું સ્વાગત અને નિમણૂક પત્રક વિતરણ નો કાર્યક્રમ આણંદ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ રિતેશભાઈ મહેતા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં નવનિયુક્ત હોદ્દેદારો તેમજ અશોકભાઈ મહેતા મહામંત્રી આણંદ શહેર તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ આણંદ શહેરના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા