દસાડા: પીપળી થી અખિયાણા રોડની હાલત અતિ દયનિય : સમારકામ નહીં થાય તો અકસ્માતની સંભાવના
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલ પીપળી ગામથી અખિયાણા રોડની હાલત અતિદયનિય બનવા પામી છે જેમાં દેગામ થી અખિયાણા રોડ સુધી મંજુર થયેલ રોડ પીપળી સુધીજ સીમિત રહ્યો પરંતુ પીપળી ગામથી અખિયાણા સુધીનો રોડ અતિ ખાડા યુક્ત બન્યો છે જેના કારણે રાત્રીના સમયે અકસ્માત થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકો દ્વારા સમારકામ કરવા માટેની માંગ ઉઠી હતી.