કાલોલ: ડેરોલ સ્ટેશનમા ઘરની સામે જોવા બદલ કહેવા જતા લાકડી વડે હુમલો કરતા 3 સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ભક્તિનગર ખાતે રહેતા કરણસિંહ ફુલસિંહ વણઝારા પોતાના ઘરે હાજર હતા ત્યારે તેઓના ફળિયામાં રહેતા આદિત્ય માધવભાઈ સોલંકી તેઓના ઘર આગળ બેસી ઘર સામે જોયા કરતા હતા જેથી તમે અમારા ઘર સામે કેમ જોયા કરો છો એવું કહેતા ઉશ્કેરાઈ જઈને ગંદી ગાળો બોલી ઘરે જઈ બેટ લઈ આવી મારવા દોડી આવ્યા હતા બુમાબુમ થતા આદિત્યના પિતા માધવભાઈ ઉર્ફે સંજયભાઈ ભલાભાઈ સોલંકી અને તેની માતા મંજુલાબેન દોડી આવ્યા હતા માધવસિહે ફરિયાદીના છોકરા ચંદ્રસિંહ ને માથામાં લાકડ