ભુજ: કચ્છ યુનિવર્સિટીની બેદરકારી ને કારણે 10:30 વાગે શરૂ થનાર પેપર મોડા આવતા ABVP દ્વારા રજુઆત કરાઈ
Bhuj, Kutch | Oct 8, 2025 કચ્છ યુનિવર્સિટીની બેદરકારી ને કારણે 10:30 વાગે શરૂ થનાર પેપર અમુક કોલેજોમાં 12:00 વાગે તો અમુક કોલેજોમાં 11:30 વાગે મળ્યું વિદ્યાર્થીઓને બે ત્રણ કલાક હાલાકી નો સામનો કરવો પડ્યો હતો ABVP દ્વારા પરીક્ષા નિયામકને રજૂઆત કરવામાં આવી હતી આજરોજ 08-10-2025 ના રોજ યુનિવર્સિટી ની પરીક્ષા શરૂ થતી હતી પરંતુ પ્રથમ દિવસે જ યુનિવર્સિટી ની બેદરકારી જોવા મળી હતી ABVPના શિવરાજસિંહએ વિગતો આપી