સિહોર નગરપાલિકામાં વર્ષોથી ચાલતા ભ્રષ્ટાચાર, પક્ષપાતી વહીવટ અને લોકવિરોધી નિર્ણયોથી જનતા ત્રસ્ત બની ગઈ છે. આવા સમયમાં નિષ્ઠાવાન, નિડર, તટસ્થ અને ભ્રષ્ટાચાર સામે ખુલ્લી લડત ચલાવનાર ક્રાંતિવીર પરાક્રમસિંહ ટી. મકવાણાને કાયમી ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ દ્વારા આજે આક્રમક રીતે આવાજ ઉઠાવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી સહિત શિહોર sdm એમને લેખિત રજૂઆત કરી અને માંગણી કરી હતી