અંજાર: પોલીસે NDPS ના ગુનાના આરોપીનું વર્ષામેડી વિસ્તારની દુકાનમાં વીજ જોડાણ કાપી નાખ્યું
Anjar, Kutch | Nov 21, 2025 ડીજીપી વિકાસ સહાયની 100 કલાકની વિશેષ ડ્રાઇવ અંતર્ગત, પૂર્વ કચ્છ પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.આર. ગોહિલની ટીમે એનડીપીએસ એક્ટ જેવા ગુનાઓમાં આરોપી અજયકુમાર શ્રીકિષ્ણકુમાર અગ્રવાલ (રહે. વરસામેડી)ની દુકાનમાં તપાસ કરતા ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યું હતું. અંજાર પોલીસે PGVCL ટીમ સાથે મળીને તાત્કાલિક આ કનેક્શન કાપી નાખ્યું હતું અને વીજ ચોરી બદલ આશરે ₹65,000/-નો દંડ ફટકારવાની કાર્યવાહી કરી હતી.