ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર-2025ના રાજ્ય સ્વાગતમાં જનફરિયાદોનું નિવારણ કર્યું
મુખ્યમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન 94 વર્ષના એક વૃદ્ધાએ મુખ્યમંત્રી સમક્ષ પોતાને મળવાપાત્ર ભરણપોષણની રકમ અંગે અરજી રજૂ કરી હતી. તેમની વેદનાભરી રજૂઆત સાંભળીને મુખ્યમંત્રીશ્રીએ માનવીય સંવેદનાનું ઉદાહરણ પૂરું પાડતાં તાત્કાલિક સંબંધિત જિલ્લા કલેક્ટરને આ વૃદ્ધાને વિનાવિલંબે ભરણપોષણની રકમ સુનિશ્ચિત રીતે મળે તેવો આદેશ કર્યો હતો.