માંગરોળ: મોસાલી ગામેથી ખેતીવાડી વિસ્તારમાં વીજ લાઈનના તારની ચોરી કરતી ગેંગને એલસીબી અને માંગરોળ પોલીસે ઝડપી પાડી
Mangrol, Surat | Nov 30, 2025 માંગરોળ તાલુકાના મોસાલી ગામેથી ખેતીવાડી વિસ્તારમાં તારની ચોરી કરતી ગેંગને એલસીબી અને માંગરોળ પોલીસે ઝડપી પાડી હતી છેલ્લા કેટલાક સમયથી આ ચોર ઇસમો વિવિધ ગામની સીમ માંથી ચોરી કરી રહ્યા હતા જેમાં મોસાલી ખાતે રહેતા મુરત સલીમ લિયાકત ખાન જુબેર ફરજ મોહમ્મદ ખાન ફેજાન બિલાલ સૈયદ અને જાગીર ઈમામ પિંજારી રહે નાની નરોલી ને ઝડપી પાડવામાં આવ્યા છે