દાંતા: સરકારી હોસ્પિટલના એક્સરે ટેકનિશિયનની લાલીયાવાડી, ફરજના સમયે પણ હાજર ન રહેતા દર્દીઓ પરેશાન
અંબાજી ખાતે સરકારી હોસ્પિટલના એક્સરે વિભાગના ટેકનિશિયનની લાલીયાવાડી સામે આવી હતી જેનો વિડીયો બનાવી જાગૃત નાગરિકે વાયરલ કર્યો હતો એક્સરે ના ટેકનીશીયન ફરજ પર હાજર ન હોવાથી દર્દીઓને હાલાકી ભોગવી પડી હતી. ચાલુ ફરજ દરમિયાન તેઓ હાજર ન રહેતા એકસીડન્ટ થયેલા ઈમરજન્સી દર્દીને સરકારી હોસ્પિટલમાં રાહ જોવી પડી હતી. દર્દીના સગાએ વિડીયો વાયરલ કરતા હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી