ધોળકા સરકારી ITI નો પૂર્વ તાલીમાર્થી અને ધોળકા ખાતે ભીમ શેઠની પોળમાં રહેતો ઈશાન અજીતભાઈ રાણા અગ્નિ વીર તરીકે ભારતીય સેનામાં પસંદગી પામ્યો છે. હાલ તેનું પોસ્ટિંગ આસામ રેજિમેન્ટ શિલોન્ગ ખાતે થયેલ છે. આજરોજ તા. 28/11/2025, શુક્રવારે બપોરે 12 વાગે ધોળકા સરકારી ITI ખાતે ઈશાન રાણાનું સન્માન કરવામાં આવ્યું હતું.