જાફરાબાદ: બાબરકોટના ખેડૂતો માટે કાનૂની સંઘર્ષનો શંખનાદ: કનુભાઈ કળસરિયાનો અલ્ટ્રાટેક સામે સંવાદ
જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખેડૂત નેતા અને સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલના ચેરમેન કનુભાઈ કળસરિયાના માર્ગદર્શન હેઠળ ખેડૂત સંવાદ યોજાયો. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સાથે જમીન સંબંધિત મુદ્દાઓ પર કાનૂની લડતની તૈયારી અંગે ચર્ચા થઈ. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને પોતાની ચિંતાઓ રજૂ કરી.