વિસનગર: કાંસા ગામે હિટ એન્ડ રનનો બનાવ, ટ્રકનું ટાયર પરિણીતાના પેટ પર ચડી જતા કમકમાટીભર્યું મોત, CCTV
વિસનગર તાલુકાના કાંસા ગામે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક ટ્રક ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારતા એક્ટિવા પર સવાર મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે તેમના પતિને સામાન્ય ઈજાઓ થઈ છે. જ્યાં પતિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટ્રક ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મૃતક મહિલાના પતિએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.