રાપરમાં યુવાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેને ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ૨૫ વર્ષીય કરીમશા મામદ શેખ તા.૧૪નાં બપોરે ૧:૩૦ વાગ્યાના અરસામાં ઘરની બહાર હતો ત્યારે અજાણ્યા શખસોએ આવીને પગના ભાગે છરીથી હુમલો કરીને નાસી છુટયા હતા. તેથી તેને ભુજની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.