સાવરકુંડલા: સાવરકુંડલાના ધાર કેરાળા ગામે શિયાળનો હુમલો-એક વર્ષના બાળકને ગંભીર ઇજા, સારવાર માટે અમરેલી ખસેડાયો
સાવરકુંડલા તાલુકાના ધાર કેરાળા ગામે ખાલપર રોડ પર આવેલી વાડીમાં એક વર્ષના બાળક ઉપર શિયાળે હુમલો કર્યો હતો. હુમલામાં બાળકને ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાથી ગામમાં દહેશત ફેલાઈ છે.