વઢવાણ: LCB પોલીસે દૂધરેજ કેનાલ પાસેથી રૂપિયા 2.66 લાખના વિદેશી દારૂ સાથે 3 મહિલાઓને ઝડપી લીધી
સુરેન્દ્રનગર LCB પોલીસે બાતમીના આધારે દુધરેજ નર્મદા કેનાલ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતાં માયાબેન જાખવડીયા, રેખાબેન ભોજવીયા અને સંગીતાબેન જાખવડીયા ને વિદેશી દારૂના 532 ચપલા તેમજ 93 બોટલ સહિત કુલ રૂપિયા 2.66 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.