રાજકોટ પશ્ચિમ: બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ યોજાયો, સાંજે 7:00 વાગ્યા સુધી દર કલાકે આરતીના દર્શનનો લાભ મળશે
શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે યોજાયેલ ભવ્ય અન્નકૂટ વિશે વિગતો આપતા આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ સ્વામીજીએ જણાવ્યું હતું કે,આ ભવ્ય અન્નકૂટમાં 1500થી વધુ વાનગીઓનો રસથાળ ભગવાન શ્રી સ્વામિનારાયણને પીરસવામાં આવ્યો છે.આ ઉપરાંત સાંજે 7:00 વાગ્યા સુધી દર કલાકે અન્નકૂટની આરતી થશે. જેમાં, હજારો ભાવિક ભક્તો જોડાઇ દર્શનનો લહાવો લઇ ધન્યતાનો અનુભવ કરશે.