દસાડા તાલુકાના બજાણા પોલીસની ટીમે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે કચોલીયા ગામ ના બસસ્ટેન્ડ પાસેથી જયકુમાર પટેલ રહે.જેપુર, તા.વિજાપુર, જી.મહેસાણા વાળાને દેશી હાથ બનાવટની પીસ્ટલ સાથે ઝડપ્યો ત્યારે આરોપીએ પૂછપરછ માં જણાવ્યું કે બે-ત્રણ માસ પહેલા બોટાદના મુનાફભાઈ પાસેથી સાચવવા મળી હતી ત્યારે પોલીસે પીસ્ટલ કબજે કરી અને આરોપી વિરુદ્ધ હથિયાર ધારા હેઠળ ગુન્હો દાખલ કર્યો છે.