શહેરા: શહેરા નગરના સિંધી બજારમાં પાર્ક કરેલી કારમાં મોડી રાત્રિ એ આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ,જોકે કોઈ જાનહાનિ નહીં
પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં આવેલા સિંધી બજાર વિસ્તારમાં રવિવારની રાત્રિ એ સ્થાનિક રહીશો નિંદ્રા માણી રહ્યા હતા તે સમય દરમિયાન આ વિસ્તારમાં પાર્ક કરેલી સેન્ટ્રો કારમાં કોઈક કારણોસર અચાનક આગ લાગવાની ઘટના બની હતી,જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આ વિસ્તારના નિંદ્રા માણી રહેલા લોકોને ધડાકા જેવો અવાજ સંભળાતા અફરાતફરી મચી ગઇ હતી.કાર બળીને ખાખ થઈ ગઈ હતી.