બોરસદ: નાપા(વાં) ગામથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બોરસદ રૂરલ પોલીસ
Borsad, Anand | Dec 21, 2025 બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી ના આધારે નાપા વાટા નારપુર રોડ ઉપર સલીમ ચંદ્રસિંહ રાણા ના ઘરની બહાર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ આરોપીઓને ઝડપી પાડી 15800 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી બાકીના ચાર આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયા છે જે નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી જુગારધારા ની કલમ 12 મુજબનો જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢવામાં બોરસદ ગ્રામ્ય પોલીસને સફળતા મળી