તાલુકાનાં નાના-મોટા કુનરિયામાં બાજુ-બાજુમાં રહેતા પિતા-પુત્ર ઘરબંધ કરી સવારે મજૂરી અર્થે ગયા હતા અને બપોરે ઘરે પરત ફરતા ખાતર પડયાનું સામે આવ્યું હતું. બન્ને ઘરમાંથી અજાણ્યા ચોર ઈસમ રોકડ રૂા. 1.40 લાખ તથા ઘરેણા સહિત કુલ રૂા. 1.52 લાખની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે.