ઘર આંગણે બાંધેલા પશુ પર ભૂંડે હુમલો કરતા યુવતી છોડાવવા વચ્ચે પડી, ભૂંડે બંને પગે બચકાં ભરતા ઇજાગ્રસ્ત યુવતીને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા ગોધરાના થાણા ગર્જન ગામે એક જંગલી ભૂંડે ઘર આંગણે હુમલો કરતા પંથકમાં ફફડાટ ફેલાયો છે. પશુને બચાવવા ગયેલી 20 વર્ષીય યુવતી પર જંગલી ભૂંડે હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હોવાનું સામે આવ્યું છે. થાણા ગર્જન ગામે રહેતા 20 વર્ષીય રસીલાબેન જીતુભાઈ ના ઘર આંગણે પશુઓ બાંધેલા હતા. આ દરમિયાન અચાનક એક હિંસક જંગલી