હિંમતનગર: ફટાકડા સ્ટોલ પર પ્રાંત અધિકારીશ્રી દ્વારા ફાયર સેફ્ટીની 'હેન્ડ્સ-ઓન' તાલીમ
ફટાકડા સ્ટોલ પર પ્રાંત અધિકારીશ્રી દ્વારા ફાયર સેફ્ટીની 'હેન્ડ્સ-ઓન' તાલીમ દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં આગ-અકસ્માત અટકાવવા પ્રાંત અધિકારીશ્રીએ સક્રિયતા દાખવી છે. આજે તેઓએ ફટાકડાના તમામ પરવાનેદારોના સ્ટોલની સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે વેપારીઓને ફાયર એક્સ્ટિંગ્યુશરના ઉપયોગ સહિત ફાયર સેફ્ટી અંગેની પ્રત્યક્ષ (હેન્ડ્સ-ઓન) તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.