ભરૂચ: ભરૂચમાં પોલીસ સ્મૃતિ દિનની ઉજવણી: શહીદ જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ
ભરૂચના કાળી તલાવડી સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 21 ઓક્ટોબરના રોજ પોલીસ સ્મૃતિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનાર પોલીસ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.