નડિયાદ: નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં કમૌસમી વરસાદ શરૂ..
Nadiad, Kheda | Nov 1, 2025 નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં કમૌસમી વરસાદ શરૂ, ખેડૂતો ચિંતિતખેડા જિલ્લાના વાતાવરણમાં પલટો. ખેડા જિલ્લાના વાતાવરણમાં  અચાનક મોટો પલટો આવ્યો છે. જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત  આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયો માહોલ છવાયો હતો. અને ત્યારબાદ ઝરમર વરસાદ શરૂ થયો છે. ક્યાંક ક્યાંક હળવા ઝાપટાં પણ પડ્યાના અહેવાલો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ શરૂ થતા ધરતીપુત્રોની ચિંતાઓમા વધારો થયો છે.