રાપર તાલુકાના પ્રાગપર ગામ નજીક પેટ્રોલપંપ પાસે અજાણ્યા વાહનની ટક્કરે વન્યપ્રાણી શિયાળનું મોત નીપજતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી સાથે બેફમ બનેલા વાહન ચાલકો વિરૂદ્ધ આક્રોશ ફાટી નીકળ્યો હતો.પ્રાણીઓને બચાવવા આપણા સૌની નૈતિક ફરજ બને છે વાહન ચાલકો ધ્યાનપૂર્વક વાહન ચલાવે જેથી ભવિષ્યમાં અકસ્માતો સર્જાય નહીં અને પ્રાણીઓને બચાવી શકાય તેવું સામાજીક કાર્યકર અને યુવા અગ્રણી લાલજી પરમારે અપીલ કરી હતી..