કચ્છના નાના રણમાં માત્ર 5 હજાર હેક્ટરની મંજૂરી સામે 70 હજાર હેક્ટરમાં ફેલાયેલા રૂ. 1 હજાર કરોડના ગેરકાયદે મીઠાના વ્યવસાયનો પર્દાફાશ થયો છે. આ મામલે વન વિભાગે કડક વલણ અપનાવી 120થી વધુ નવા અગરિયા પરિવારોને 7 દિવસમાં હક્કદાવા અને આધાર પુરાવા રજૂ કરવા અલ્ટીમેટમ આપ્યું છે. જો પુરાવા રજૂ નહીં કરાય તો રણ ખાલી કરાવવાની ચીમકી સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી તરફ, સાચા અગરિયાઓ અન્યાયથી બચવા માટે ધારાસભ્ય અને અગ્રણીઓ સાથે ગાંધીનગર દોડી ગયાહતા