માંગરોળ: રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત માંગરોળના આજક ગામે આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા આયોજન
રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ નું બીજા દિવસનું આયોજન માંગરોળ તાલુકાના આજક ગામે બુધીશભાઈ ભરડાના બંસી પ્રાકૃતિક ફાર્મ ખાતે કરવામાં આવેલ આ દરમિયાન આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામા આવેલ જેમાં માંગરોળ તાલુકાના અલગ અલગ ગામો માંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો આ દરમિયાન મોડલ ફાર્મ ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન, મોડલ ફાર્મ મુલાકાત, પ્રાકૃતિક કૃષિ મૂલ્યવર્ધન સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યુ