ગુંદાલા - પત્રી રોડ પર આવેલ ગ્રેવીટા ઈન્ડિયા લિ. કંપનીની ઓફિસમાંથી રોકડ ચોરાઈ હતી. ફરિયાદી મૂળ રાજસ્થાનના હાલે મુન્દ્રા રહેતા એકાઉન્ટ મેનેજર દીપક સુરેશકુમાર સોનીના જણાવ્યા પ્રમાણે કોઈ ચોર અજાણ્યા ઈસમે રાત્રિના ૧થી પાંચ વાગ્યા દરમિયાન ગેરકાયદે પ્રવેશ કરી ઓફિસમાં લોકર તોડી તેમાં રાખેલ ૧.૮૫ લાખની રોકડ ચોરી હતી. તેમજ કંપનીની બાજુમાં આવેલ ગોડાઉનની ઓફિસમાં ગેરકાયદે રીતે પ્રવેશ કર્યો હતો. આ મામલે પ્રાગપર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પોલી